સામખિયાળી ટોલનાકા પાસે 36 હજારના દારૂ સાથે બે સાગરીતો ઝડપાયા

સામખિયાળી ટોલ પ્લાઝા પાસે સ્થાનિક પોલીસે કારમાં લઇ જવાતા રૂ.36 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે હળવદના બે સાગરીતોને ઝડપી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.3.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સામખિયાળી પોલીસ ગત રાત્રિના અરસામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ટોલ પ્લાઝા પાસે આઇ-20 કારને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.36,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો મળી આવતાં કારમા઼ સવાર હળવદના રાજદિપસિંહ સહદેવસિંહ ઝાલા અને મિતુલકુમાર રાજુભાઇ શાહને ઝડપી તેમની પાસેથી રૂ.3,00,000 ની કિંમતની કાર તથા રૂ.15,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ. 3,51,000 નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી હોવાનું પીએસઆઇ એન.કે.ચૌધરીએ જણાવ્યું હતું.