હળવદના રાયસંગપુરની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ
હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડીને દારૂની ભઠ્ઠીના સાધનો સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડ્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાયસંગપુર ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જેમાં રાયસંગપુર ગામની સીમમાં મંદિર સામે આવેલ બાવળિયામાંથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી ગરમ આથો લીટર ૨૦, ઠંડો આથો લીટર ૭૦ અને દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહીતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિપુલ વાલજી રાઠોડ નામના શખ્સને પકડી પાડ્યો છે.આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.