ગોંડલ અને ભાયાવદરમાંથી જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઇસમો ઝડપાયા

રાજકોટ,ગોંડલ અને ભાયાવદરમાંથી જુગાર રમતા ચાર મહિલા સહિત આઠ ઇસમોને રૂ.2,700 ની રોકડ સાથે ઝડપી પડ્યા હતા. જુગારના દરોડાની વિગત મુજબ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.ડી. ગઢાદરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ગોંડલના વોરા કોટડા રોડ પંચપીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતાં ઓસમબેન કાદરમીયા કાદરી, સોનલબેન યુસુફભાઈ સમા, અલારખીબેન ભીખાભાઈ ઘાંચી અને રજીયાબેન યાસીફભાઈ પઠાણને 1550 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડાની વિગત અનુસાર ભાયાવદરના ખારચીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રામજી વેજા મકવાણા, મનસુખ કાના વાળા, રમેશ ખીમજી રાઠોડ અને છગન સાજણ સોંદરવાને ભાયાવદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.ડી. મજેઠીયા અને કોન્સ્ટેબલ વિજયભાઈ ભીંભાએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે 1200ની રોકડ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.