મોરબીના લખધીરપુર ગામની સીમમાંથી દેશી દારૂ સાથે એક સાગરીત પકડાયો

મોરબી તાલુકાના લખધીરપુર ગામની સીમમાં દરોડો પાડી પોલીસે દેશી દારૂ સાથે એક સાગરીતને પકડી પાડ્યો છે તો અન્ય આરોપીનો નામ ખુલ્યો છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન લખધીરપુર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી શૈલેશ સદાભાઈ સિહોરા રહે વિસીપરા વાળાને પકડી પાડીને દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો તો અન્ય આરોપી વાલજીભાઈ ઉર્ફે વાલીયો શામજીભાઈ કોળી રહે ત્રાજપર મોરબી -૨ વાળાનું નામ ખુલતા આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.