નવાગામમાંથી દારૂના ગુનામાં બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપી પડાયો

રાજકોટ,નવાગામમાંથી છેલ્લા બે વર્ષથી દારૂના ગુનામાં નાસતો-ફરતો હરેશ કોળીને પરોલ ફર્લો સોડની ટીમે પકડી પાડ્યો હતો. વધુ વિગત મુજબ શહેર પોલીસ કમીશ્ર્નર મનોજ અગ્રવાલ જેસીપી અહેમદ ખુરશીદની સુચનાથી પેરોલ ફર્લો સોડના પી.આઈ.બી.ટી.ગોહીલના માર્ગદર્શનમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એ એસઆઈ ઝાહીરભાઈ ખહીહ, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા તથા શીવરાજ ચાનીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે વર્ષ 2020માં દારૂના ગુના સંડોવાયેલ હરેશ વિહા પરાળીયા નવાગામની ન્યુ સકિત સોસાયટીમાં હોવાની માહીતી મળતાં પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.