કુકમા ગામ પાસે ઓવર લોડ ભરેલી ટ્રક અચાનક પલ્ટી જતા અકસ્માત સર્જાયો
ભુજ તાલુકાના કુકમાં ગામ પાસે ઓવરલોડ ભરેલ ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ ટ્રક અંદર ઓવરલોડ નમક ભરેલું હતું. ભુજ થી લેર તરફ જતાં માર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ નમક માર્ગ ઉપર ઢોળાઈ ગયું હતું. આમ પણ કોટલાક સમય થી ઓવરલોડ ટ્રક ચાલી રહી છે પણ તંત્ર દ્રારા અમુક ટ્રકવાળાઓ ઉપર દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે આવી તમામ ઓવરલોડ ભરેલી ટ્રકોને ડિટેન કરવી જોઇયે આ અકસ્માત દરમ્યાન સદભાગ્યે મોટી જાનહાની ટળીગઈ હતી. તો ટ્રકની અંદર નુકશાન થવા પામ્યું હતું.