ભુજમાં ઘરમાંથી 33 હજારનો દારૂ – બીયરનો જથ્થો મળ્યો : આરોપી ફરાર

પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના સેજવારા માતામ પાસે રહેણાકના ઘરમાંથી 33 હજારની કિંમતના દારૂ અને બિયર પકડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજની મટન માર્કેટ પાસે આવેલા દેવરી ફળિયામાં રહેતા ભાવેશ વિરેન્દ્ર સીજુના રહેણાકના મકાનમાંદરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી 72 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 27 હજાર અને 60 નંગ બીયરના ટીન કિંમત રૂપિયા 600 સહિત 33 હજારનો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે દારૂનું વેચાણ કરતો ભાવેશ પોલીસને હાથ લાગ્યો ન હતો. તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.