શીતળાધારમાં તીનપતીનો જુગાર રમતાં ચાર શકુની પકડાયા 
રાજકોટ,શીતળાધાર 25 વારીયામાં જુગાર રમતાં ચાર સાગરીતોને રૂ.5 હજારની રોકડ સાથે આજીડેમ પોલીસે ઝડપી પાડ્યા હતાં. જુગારના દરોડાની વિગત મુજબ આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.વાળા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઈ નેચડાને મળેલ ચોકકસ બાતમીના આધારે શીતળાધાર 25 વારીયામાં આવેલ ગૌશાળાની સામે જાહેરમાં જુગાર રમતાં હીરેન શામજી ચંદ્રપાલ, વિશાલ કિશોર વાઘેલા (રહે.બંને આંબેડકરનગર)વસંત રમેશ ગણાત્રા (રહે.સોમનાથ સોસાયટી)અને રાકેશ રમેશ વિરમગામા (રહે.ચુનારવાડ)ને રૂ.5 હજારની રોકડ સાથે ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી.