અંજારની ભાગોળે કારમાંથી 39 હજારનો દારૂ ઝડપાયો
અંજાર-આદિપુર માર્ગ ઉપર આવેલા અદાણી ફાટક પાસે વીડી બાજુ જવાના કાચા રસ્તેથી પોલીસે એક કારમાંથી રૂ.39,720નો દારૂ કબ્જે કર્યો હતો. પરંતુ કારચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. આદિપુર બાજુથી એક કારમાં દારૂ આવવાનો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત રાત્રિના અરસામાં અદાણી ફાટક પાસે વોચ ગોઠવી હતી. તેવાંમાં બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ કારના ચાલકે વીડી બાજુ જવાના કાચા રસ્તા પર પોતાનું વાહન હંકારી નાખ્યું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો આગળ જઈને આ વાહનનો ચાલક જાફરશા કાસમશા શેખે વાહન ઊભું રાખી પોતે બાવળની ઝાડીઓમાં અંધારાનો લાભ લઈને ઓઝલ થઈ ગયો હતો. બાદમાં પોલિસે કારનંબર એમ. એચ. 02 બી.જે. 1505ની તલાશી લેતાં તેની પાછળની સીટ તથા ડેકીમાંથી દારૂ નીકળી પડયો હતો. આ વાહનમાંથી ઓલ સિઝન્સ ક્લાસિક પ્રીમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 60 તથા રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 36 એમ 96 બોટલ કિંમત રૂ.39,720નો દારૂ કબ્જે કર્યો હતો. હાથમાં ન આવેલા આ ઇસમે ક્યાંથી દારૂ લીધો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.