પત્રી ગામે એક શખ્સને આંકડાનું બુકીંગ લેતા પકડી પડાયો
મુંદરા તાલુકાના પત્રી ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી ગામના હરેશ મેઘજી જોગીને આંકડા લેતા ઝડપી પાડી તેની સામે ગુનો નોંધયો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર પત્રી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલી કેબિનની પાછળ આરોપી મિલન બજારના આંકડાનું બુકિંગ લઇ રહ્યો હતો. ત્યારે તે પકડાયો હતો. તેની પાસેથી રૂ.10,700 રોકડા, સાહિત્ય અને મોબાઇલ ફોન જપ્ત કરાયા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.