હળવદના ચરાડવા ગામેથી દારૂની ૦૪ બોટલ સાથે ઈસમ ઝડપી પડાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી પોલીસે અંગ્રેજી દારૂની ૦૪ બોટલ સાથે એક શખ્સને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચરાડવા ગામ પાસેથી આરોપી સુરેશ બાબુ સોલંકી રહે આંબેડકરનગર ચરાડવા વાળાને અંગ્રેજી દારૂની ૦૪ બોટલ કિંમત રૂ.૧,૨૦૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.