ભચાઉના ત્રગડી વાડી વિસ્તારમાં આવેલી ત્રણ વાડીમાં વાયરની તસ્કરી
ભચાઉના ત્રગડી વાડી વિસ્તારમાં આવેલી ત્રણ વાડીમાં તસ્કરોના પરોણા થયા હતા. આ વાડીઓમાં રાત્રિના અરસામાં ઘુસી આવ્યા હતા અને ત્રણ વાડીમાંથી 380 મીટર વાયર તથા ખેતીના સાધનો એમ કુલ રૂ. 1,41,000 ની મતાની તસ્કરી કરી નિશાચરો નાસી ગયા હતા. તસ્કરીના આ બનાવ અંગે ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં રહેતા શામજી રણછોડ ગોઠીએ ફરિયાદ લખાવી છે.