નાની નરોલીથી જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડયા

વાંકલ, માંગરોળ તાલુકાના નાની નરોલી ગામના મોગલાણી ફળિયામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂપિયા 21, 950 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે ચાર શખ્સો ભાગી છુટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયીને બાતમી મળી હતી કે નાની નરોલી ગામના મોગલાણી વસાવા ફળિયામાં કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસ કર્મચારીઓ અમૃતભાઈ ધનજીભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, પ્રદીપભાઈ જશવંતભાઈ વગેરેની ટીમે દરોડો પાડતા સ્થળ ઉપર જુગાર રમી રહેલા ઉમર ફારૂક સબીર ભોરાત, શાદીક કરીમ પઠાણ, ભગુભાઈ દિવાસીયાભાઈ વસાવા, બાબુભાઈ ઠાકોરભાઈ વસાવાને પકડી લીધા હતા. જ્યારે અન્ય ચાર ઈસમો નટવરભાઈ મોહનભાઈ વસાવા, મનહરભાઈ વાંધલાભાઈ વસાવા, મોહમ્મદ રસીદ પટેલ, શીવાભાઈ શંકરભાઈ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે સ્થળ ઉપરથી પોલીસે રૂપિયા 21,950 તેમજ જુગારના પાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. આ