નંદાસણમાં વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમતા 3 શખ્સો પકડાયા
કડીના નંદાસણમાં તવક્કલ હોટલની બાજુમાં ચાની કીટલી પાસે વોટ્સએપ ઉપર વરલી મટકાનો જુગાર રમાડતાં 3 ઇસમોને રૂ.29,180ના મુદ્દામાલ સાથે એલસીબીએ પકડી પાડ્યા હતા. કલોલ અને નંદાસણનો ઈસમ પણ વોટ્સએપથી વરલી મટકા રમાડતો હોવાનું બહાર આવતાં વોન્ટેડ જાહેર કર્યા હતા. LCB પીએસઆઈ એસ.બી. ઝાલા અને તેજાભાઈને મળેલી બાતમીના આધારે નંદાસણ ચોકડી ઉપર તવક્કલ હોટલ પાસે ચાની કીટલી પાસેની ખુલ્લી જગ્યામાં મોબાઈલમાં વોટ્સએપથી વરલી મટકાનો જુગાર રમાડતા 3 ઇસમોને પકડી પાડી તેમની પાસેથી રૂ.26,310 રોકડ, રૂ.3,500 ના 2 મોબાઈલ સહિત રૂ.29,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.