મોરબીના ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખ્સો ઝડપાયા  

ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહિત ચાર ઇસમોને જુગાર રમતા પોલીસ પકડી રોકડ સહિતનો મુદમાલ જપ્ત કર્યો છે. બનાવની મળતી વિગત અનુસાર મોરબીના ત્રાજપર ચોકડી પાસે ઓરીટનલ બેક વાળી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડીવીઝન પોલીસને મળતા ત્યાં દરોડો પાડતા જુગાર રમતા જીતેન્દ્રભાઇ ઘોઘાભાઇ બાબરીયા, મુકતાબેન મનસુખભાઇ સનુર, રીન્કુબેન દિપકભાઇ સનુરા અને મંજુબેન દિનેશભાઇ સનુરા સહિતના ચાર ઇસમોને જુગાર રમતા પકડી પાડ્યા હતા અને રૂપિયા ૧૧૭૦ રોકડ સાથે જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી