જામનગરમાં ચોરાઉ સ્કુટર સાથે એક ઈસમને દબોચી લીધો
જામનગરના સાધનાકોલોની વિસ્તારમાંથી એસઓજીએ એક ઈસમને ચોરાઉ સ્કૂટર સાથે ઝડપી લીધો છે. ચોરાઉ સ્કૂટર જપ્ત કરી પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરી છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધનાકોલોની પાસે એક ઈસમ નંબરપ્લેટ વગરના સ્કૂટર સાથે આવ્યો છે. તેવી બાતમી જામનગર એસઓજી સ્ટાફને મળી હતી. આથી એસઓજી સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ ચાની એક કેબીન પાસેથી અમિત અમરશીભાઈ રાઠોડ ઉર્ફે પીન્ટુ (ઉ.વ.38) નામના ઈસમને પકડી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરી સ્કૂટરના કાગળ વગેરે બતાવવાનું કહેવામાં આવતા અમિતે વાહન ચોરાઉ હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે તસ્કરીના સ્કૂટર સાથે હર્ષદ મીલની ચાલી પાસે વસવાટ કરતા રીક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા અમિતની વધુ પૂછપરછ હાથ ધરી છે.