વિરમગામ પોલીસે નાસતા ફરતા ઈસમને પકડી પાડ્યો
વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર યુ ઝાલાને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચરીને નાસતા ફરતા આરોપીઓ પર વોચ રાખવા અધિકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાબતે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચરી નાસતા ફરતા ઈસમને વિરમગામ તાલુકાના વણી ગામેથી પકડી લીધો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર લવિનાસિંહાની સુચના અને માર્ગદર્શન હેઠળ વિરમગામ રુરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.યુ. ઝાલાને નાસતા ફરતા ઇસમોઓને પકડવા સુચના આપી હતી. જેના ભાગરૂપે આર.યુ.ઝાલાને બાતમી હકીકત મળી હતી કે અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુનાનો આરોપી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ (રહે. ભરવાડવાસ, તા.વિરમગામ) પકડવાનો બાકી હોય જે વણી ગામના પાટિયા સામે આવેલી મુરલીધર હોટલ પાસે આવવાનો હોય જે હકીકત બાતમી આધારે આર.યુ.ઝાલા, અ.હે.કો. રમેશભાઈ ગણેશભાઈ, અ.પો.કો. ધીરુભાઈ માધુભાઈ, રાજીવકુમાર કાંતિભાઈની ટીમ દ્વારા વોચ ગોઠવી આરોપીને પકડી પાડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.