મોરબીના ગોકુલનગરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપી પડાયા

મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે સાગરીતોને મોરબી એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોકુલનગર શેરી ૧૦ ના નાકે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા રામજીભાઈ મોહનભાઈ ચાવડા અને મુકેશભાઈ સમશુંભાઈ ડામોરને રોકડ રકમ રૂ. ૫૧૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.