વડોદરામાં વોક માટે ગયેલાં વકીલના ઘરમાંથી 41 હજારની તસ્કરી

વડોદરા, કોયલી રોડ પર રહેતાં મહિલા વકીલ મોર્નિંગ વોક પર ગયાં હતાં. ત્યારે તેમના ઘરમાંથી ફોન સહિત રૂ.41 હજારની મતાની તસ્કરી થઇ હતી. કોયલી રોડની મીટ રિટ્રિટ સોસાટીમાં રહેતાં વકીલ માયાબેન વાસુદેવભાઈ ભટ્ટ સવારના અરસામાં પાળેલા કૂતરાને લઇ મોર્નિંગ વોક માટે નીકળ્યાં હતાં. મકાનના મુખ્ય દરવાજાને સ્ટોપર મારીને તેઓ બહાર ગયાં હતાં. પંદરેક મિનિટ બાદ તેઓ ઘરે પરત આવતાં દરવાજાની સ્ટોપર અડધી ખુલ્લી હતી, જેથી ઘરમાં કોઈ આવ્યું હોવાની તેમને શંકા ગઈ હતી. ઘરમાંથી 30 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડા રૂ.4 હજાર સહિત 41 હજારની મતા ગાયબ હતી. પર્સમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, 2 એટીએમ કાર્ડ અને ચૂંટણી કાર્ડ હતું.આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.