થરાદમાં બસ સ્ટેશન પાસે એપથી જુગાર રમતાં ચાર ઈસમ પકડાયા
થરાદમાંથી પોલીસે જાહેર વિસ્તારમાં મોબાઇલથી લાડો વિંગ્સ એમ્પથી હારજીતનો જુગાર રમતા ચાર ઈસમને પકડી પાડ્યા હતા. તેમની અટક કરી તેની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને કુલ 7340નો મુદ્દામાલ જપ્ત કર્યો જુગારધારાની જોગવાઇ મુજબ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી હતી. પીએસઆઇ કિરણ સુથાર અને કર્મચારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન થરાદ બસ સ્ટેશન નજીક ડૉ.કમલેશ એન્જીનીયરના દવાખાના સામે આવેલી ચાની લારી પાસે આવતાં ત્યાં ખુલ્લામાં એક સ્ટીલ પર મોબાઇલ મુકીને ચાર ઈસમો લાડો કટીંગ એમ્પથી જુગાર રમી રહ્યા હતા. પોલીસને સ્ટીલ પરથી અલગ અલગ વ્યક્તિના દાવમાં પડેલી 3340ની રોકડ પણ મળી આવી હતી. પોલીસે એરિયા કૉર્ડન કરી ભાગવા જતા ચાર ઇસમો રમેશભાઇ માજી ઓડ, વિક્રમ ભાઇ નાજાભાઇ માજી રાણા, અઝહરુદ્દીન ગુલાબ ફકીર તથા મહેશભાઇ ભીખાભાઇ પંચાલને જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે ચારેય ઇસમો પાસેથી રૂપિયા 3340ની રોકડ તથા 4000 નો મોબાઇલ મળીને કુલ રૂપિયા 7340 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.