ધાનેરા પોલીસે ચોરીના ચાર બાઈક સાથે બે શખ્સો ઝડપાયા
ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પાસેથી તસ્કરીના ચાર બાઈક સાથે બે ઇસમોને પકડી પાડી તપાસ હાથ ધરી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક બાઇક ચાલક મનફુલ મોહનરામજી વિશ્નોઈને બાઈક ઉભું રખાવી પૂછતાં ગલ્લા તલ્લા કરતા હોવાથી તેની સઘન પુછતાછ કરતા તેને તે બાઈક અમદાવાદથી તસ્કરી કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ અન્ય શખ્સ મનીષ બાબુરામ વિશ્ર્નોઈ સાથે મળી અન્ય બાઇકોની તસ્કરી કરી હતી. જે બાબતે વધુ તપાસ કરતાં અન્ય બાઇકો કબૂલ કર્યા હતા. જેમાં જીજે 01 એલએ 9277, જીજે 27 સીએલ 0186, જીજે 01 એફવી 4608 અને જીજે 14 આર 6169 તેમજ મોબાઈલ 2 રૂ.10,000 એમ મળી કુલ રૂ.3,50,000નો મુદ્દામાલ જપ્ત કરી બંને ઇસમો વિરુદ્ધ સીઆરપીસી મુજબ ડિટેન કરી ધાનેરા પોલોસે તપાસ હાથ ધરી હતી.