મોરબીમાં સાડા ત્રણ વર્ષથી વોન્ટેડ શખ્સની અટક

મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે વિશ્વાસઘાત-છેતરપિંડીના ગુનામાં સાડા ત્રણેક વર્ષથી વોન્ટેડ શખ્સને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનનો વતની એવો આ આરોપી થોડા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. ટંકારા પોલીસ સ્ટેશનમાં લખાવેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ રાજસ્થાનવાળા ઈસમને મોરબી એલસીબીની ટીમે અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી પાડીને ટંકારા પોલીસને સોંપી દીધો હતો. બાદમાં તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.