મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ પકડાયો
મોરબીના મેહન્દ્રનગર ચોકડી પાસેથી એલ.સી.બી ની ટીમે દેશી તમંચો તેમજ એક કાર્ટીસ સાથે એક ઈસમને પકડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બનાવની મળતી વિગત અનુસાર મોરબીના જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જિલામાં ગુનાહિત ઈતિહાસ ધરવતા ઇસમો જે પરવાના વગર હથીયારો સહિતના વેચાણ કે સગ્રહ કરતા હોય તેના પર નિયત્રણ લાવવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે એલ.સી.બી.ના પી.આઈ એમ.આર.ગોઢાંણીયા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ સહિત ટીમ પેટ્રોલીગમાં હોય ત્યારે નીરવ મકવાણા તેમજ ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મહેન્દ્રનગર ચોકડી પાસે ઉભેલો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો છે ત્યાં જઈતે ઈસમને ચેક કરતા તેની પાસેથી દેશી તમચો એની કિંમત રૂપિયા ૫ હજાર અને બે કાર્ટીસ જેની કિંમત રૂપિયા ૨૦૦ કુલ ૫૨૦૦ સાથે આરોપી દિનેશ ખીમજી ભટી રહે ભડિયાદ કાટા વાળાને પકડી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.