વાંકાનેરમાં વરલીનો જુગાર રમતા એક શખ્સ પકડાયો

વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચારના આંકડા આધારિત જુગાર રમી રમાડતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાહેરમાં વરલી ફીચારના આંકડા આધારિત જુગાર રમી રમાડતો કાસમભાઈ સલીમભાઈ બસેરને પોલીસે રોકડ રકમ રૂ.૩૯૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.