ભુજ શહેરમાં જૂની અદાવતને લઇને સામાન્ય બોલાચાલી બાદ યુવાન પર છરી વડે હુમલો

ભુજ શહેરમાં જૂની અદાવતને લઇને સામાન્ય બોલાચાલી બાદ બપોરના અરસામાં યુવાન પર બે ઇસમોએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવેલી એમએલસી મુજબ ભુજના રઘુવંશીનગરમાં રહેતા 22 વર્ષીય જીત દિલીપભાઈ સોમૈયા (ઠક્કર) મિત્રો સાથે મહાશિવરાત્રિની રેલીમાં ગયો હતો. આ રેલીમાં બપોરેના અરસામાં જૂના બસ સ્ટેશન પાસે મહારાજા પાઉંભાજી સામે સંજય ગોસ્વામી તથા વિજય ગોસ્વામી સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ આ બન્ને આરોપીઓએ જીતના માથાં ઉપર છરી વડે હુમલો કરતાં તે ઘાયલ થયો હતો અને સાથેના મિત્રોએ તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો.આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.