મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા છ મહિલા પકડાઈ

મોરબીના ત્રાજપર હળકાયમાં વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ગામે હળકાયમાં વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ગીતાબેન લાલજીભાઈ પાટડીયા, શારદાબેન ગણેશભાઈ શિહોરા,વિજયાબેન જગદીશભાઈ ગાંધી, મંજુબેન વિરજીભાઈ પીપરીયા, ભાવનાબેન જયસુખભાઈ વરાણીયા અને વર્ષાબેન બચુભાઈ પુરબીયાને રોકડ રકમ રૂ.૫,૧૫૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.