ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળ-કપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં ચોરીના વધતા જતાં બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી ભુજના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એમ ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ માંડવી તાલુકાનાં ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ગઢશીશાથી મઉ ગામ જતાં ત્રણ રસ્તા પર વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન એક ઈસમ શંકાસ્પદ મોટર સાયકલ સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનું નામ-ઠામ પુછતા પોતાનું નામ ગોપાલ ભીમજીભાઈ મહેશ્વરી ઉ.વ. 29 ધંધો ડ્રાઈવીંગ રહે. મોટી-મઉ તા. માંડવી વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જાની મોટર સાયકલ જોતાં જે મોટર સાયકલના આગળ-પાછળના ભાગે જોતાં રજી નંબર લખેલ ના હોઈ જેથી, આ મોટર સાયકલ આધાર-પુરાવાની માંગણી કરતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમે સદર મોટર સાયકલ ચોરી કે છળ કપટથી મેળવેલ હોઈ સદર મોટર સાયકલ સી.આર.પીઆઇ.સી. કલમ 102 મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ 41(1)(ડી) મુજબ અટક કરી આગળની યોગ્ય તપાસ અર્થે ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.