જેતપુરના ચાવરામાં જુગાર રમતા દસ ઇસમો ઝડપી પડાયા
જેતપુરના ચાવરા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા દસ ઇસમોને રૂ.11 હજારની રોકડ સાથે જેતપુર તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા. જુગારના દરોડાની વિગત અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ બી.એચ.માલીવાડ તથા કોન્સ્ટેબલ રાજુભાઇ મકવાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુરના ચાપરા ગામે જાહેરમાં તીનપતિના જુગાર રમતા દિલુ ઘોસા માંજરીયા, યોગીરાજ, હરસુખ ગટુ ચાંક, જીતુ આલીગ હુંબલ, અરવિંદ જીણા નંદાણીયા, રમેશ મુળજી ખારચીયા, પ્રવિણ ગોકળ વધાસીયા, પંકજ પરસોતમ સાવલીયા, નિલેશ નાનુ અને યોગીરાજ રામકુ કાઠીને રૂ.11 હજાર સાથે ઝડપી કાયદેસરની તપાસ કરી હતી.