ટંકારાના છતર પાસે દેશી પિસ્ટલ સાથે એક ઈસમ પકડાયો
ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પસાર થયેલા અજાણ્યા યુવાનની હિલચાલ શંકાસ્પદ લાગતા અંગજડતી લેતા તેના નેફા માથી ગેરકાયદેસર પીસ્ટલ નિકળતા રાજકોટના ઈસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ટંકારા પોલીસ સબ ઈન્સપેકટર એસ.એમ. રાણા સ્ટાફના સિધ્ધરાજસિંહ રાણા સહિતના સ્ટાફ સાથે હાઈવે તથા ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલિંગમા નિકળ્યા હતા. એ દરમિયાન ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા છત્તર ગામથી વાછકપર ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણ્યો યુવાન શંકાસ્પદ હાલતમા પસાર થતા પોલીસે તેને અટકાવી અંગજડતી લેતા તેના નેફામા લોખંડની હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી. હથીયાર ગેરકાયદેસર હોવાથી પોલીસે અજાણ્યા ઈસમની સ્થળ પર પુછતાછ કરતા ઈસમ લક્ષ્મણ રમેશભાઈ ગોંડલીયા હોવાનુ ફલિત થયુ હતુ. પોલીસે આમ્સૅ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઈસમની અટક કરી 10 હજારની કિંમતની પીસ્ટલ જપ્ત કરી ધોરણસરની તપાસ હાથ ધરી હતી.