મહેસાણાના નુગર-કરશનપુરા રોડ પર જુગાર રમતાં ચાર પકડાયા

મહેસાણાના નુગર-કરશનપુરા રોડ ઉપર ઓએનજીસીના પોઈન્ટની બાજુમાં આવેલી પડતર જગ્યામાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમતાં 4 ઇસમોને તાલુકા પોલીસે રૂ.29,700 ની રોકડ રકમ સાથે પકડીને તજવીજ કરી હતી. તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ.બી.વાઘેલા તેમજ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે નુગર-કરશનપુરા રોડ ઉપર ઓએનજીસી પોઈન્ટ પાસેની પડતર ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 4 ઇસમોને રૂ.29,700 ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. તાલુકા પોલીસે સુનિલ નારણભાઈ પટેલ, શૈલેષ મફતલાલ પટેલ તેમજ જીજ્ઞેશ અમૃતભાઈ પટેલ અને મહેન્દ્ર બાબુભાઈ પટેલ સામે કાયદેસરની તજવીજ કરી હતી.