વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ
વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડીને દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિતનો મુદમાલ કબ્જે કર્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળી હતી. જે બાતમીને પગલે ટીમે સ્થળ પર દરોડો કરતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૮૦૦ લીટર, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો જેમાં ગેસનો બાટલો અને ચૂલો સહીત કુલ રૂ.૩,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે તો દરોડા દરમિયાન આરોપી સાગર રમેશભાઈ ડાંગરેચા હાજર ના મળતા આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.