ધમડકાની વાડીમાંથી મોબાઇલ ચોરનારા શખ્સની અટક


અંજાર તાલુકાના ધમડકા ગામની વાડીમાંથી ખેતમજૂરનો મોબાઇલ તસ્કરી કરનારને સ્થાનિક પોલીસે ઝડપી કાયદેસરની તપાસ કરી હતી. આ બાબતે દુધઇ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર તા.3/1 ના ધમડકા ખાતે આવેલી અનિરૂધ્ધસિંહ અજિતસિંહ ઝાલાની વાડીમાં ખેતમજૂરી કરતા મુળ પંચમહાલના નરેશકુમાર જેન્તીલાલ ડાબીની ઓરડીમાંથી રૂ.8,000 ની કિંમતનો મોબાઇલ ચોરી થઇ હોવાની ફરિયાદ તા.28/02 ના રોજ નોંધાઇ હતી. આ મોબાઇલ તસ્કરી કરનાર મુળ દાહોદના અને સુખપર હરિસિંહ જાડેજાની વાડીમાં કામ કરતા રંગેશભાઇ હીમાભાઇ તાહેડને બાતમીના આધારે ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરાઇ હોવાનું પીએસઆઇ આર.જે.સિસોદિયાએ જણાવ્યું હતું.