સાણંદના નટરાજ એસ્ટેટમાં જુગાર રમતા 6 ઇસમો પકડાયા 

સાણંદના નટરાજ એસ્ટેટમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી સાણંદ પોલીસને મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને 6 શખ્સોને જુગાર રમતા પકડી પાડી રૂ.25,250 કબ્જે કરી તમામના વિરૂદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. જેને લઈને જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. સાણંદ પોલીસના પો.કો. હરપાલસિંહ મુળરાજસિંહ બાતમી મળેલ કે સાણંદના નટરાજ એસ્ટેટમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રમાડે છે. જેથી રાત્રિના અરસામાં સાણંદ પોલીસના હે.કો જસવંતભાઈ મફતભાઈ, હે.કોદિલિપસિંહ ઘનશ્યામસિંહ, પો.કો હરપાલસિંહ મુળરાજસિંહ, પો.કો વિપુલભાઈ જેસંગભાઈની ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને ચંદુ ચકરા સેનવા, મુકેશ ચકરા સેનવા, વિક્રમ વિજય ઠાકોર, કનુ કાંતિ રાવળ, પ્રવીણ ત્રિકમ કો.પટેલ, દિનેશ ગાભા સેનવાને જુગાર રમતા રોકડ રૂ.25,250 સાથે પકડી પાડ્યા હતા. સાણંદ પોલીસે ઝડપાયેલ જુગારીઓના વિરૂદ્ધમાં ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.