માળીયાના ખાખરેચી ગામ પાસેથી કારમાં દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સ પકડાયો 

માળીયાના ખાખરેચી ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલકુમાર બંસલ તથા સીપીઆઈ પી એચ લખધીરકાના માર્ગદર્શન હેઠળ માળિયા પી એસ આઈ બી ડી જાડેજાની સૂચનાંથી પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય દરમિયાન સ્ટાફના મહિપતસિંહ સોલંકી અને જયદેવસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી ફન્ટી કારમાં દારૂ અને બીયરના જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા કાર્મથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કિંમત રૂ.૪૫,૦૦૦ તથા બીયર નંગ-૧૨૦ કિંમત રૂ.૧૨૦૦, કાર જીજે ૦૨ ડીડી ૫૮૪૬ કિંમત રૂ.૪૦,૦૦૦, મોબાઈલ કિંમત રૂ.૨,૦૦૦ અને સાદો ફોન કિંમત રૂ.૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ઇમરાન કરીમભાઈ સંધવાણીને પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. માળિયા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી ડી જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, મહિપતસિહ સોલંકી, વિશ્વરાજસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ અને મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમે કરેલ છે.