માળિયાના વવાણીયા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો પકડાયા
માળીયાના વવાણીયા ગામે મોટા કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને માળિયા પોલીસની ટીમે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા, ડીવાયએસપી અતુલકુમાર બંસલ અને સીપીઆઈ પી એચ લખધીરકાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયા વવાણીયા ગામે મોટાકોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા રધુભાઇ માનસીગભાઈ ભમ્મર, રાજુભાઈ મહાદેવભાઈ મકવાણા, મનસુખભાઈ દેવજીભાઈ રાઠોડ, સનાભાઇ દેવાભાઈ સોમાણી અને મનીષભાઈ મગનભાઈ સાલાણીને રોકડ રકમ રૂ.૧૦,૪૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. માળિયા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ બી ડી જાડેજા, ભોજરાજસિંહ ઝાલા, વિપુલભાઈ ડાંગર, ભાવેશભાઈ ગરચર અને લકીરાજ લોખીલ સહિતની ટીમે કરેલ છે.