સામખીયારીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયું, ટ્રેક્ટર ચાલકનું મૃત્યુ
ભચાઉ તાલુકના સામખીયારી નજીક અમીઝરા હોટલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયું છે. અકસ્માતમાં 1 નું મૃત્યુ નીપજયું છે. આધોઈથી સામખીયારી તરફથી ટ્રેક્ટર આવી રહ્યું હતું. ત્યારે ટ્રેકટર ટ્રેલર અને જેસીબી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયું છે. બનાવ પગલે લોકોની ભીડ જોવા મળી રહી છે.નેશનલ હાઇવે વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.