આધાર-પુરાવા વગરના ત્રણ મોબાઇલ સાથે ત્રણ ઇસમોને પકડી લેતી દુધઇ પોલીસ

ગાંધીધામ, દુધઇ પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી આધાર-પુરાવા વગરના ત્રણ મોબાઇલ કબ્જે કર્યા હતા. ભચાઉ તાલુકાના સુખપર વાડી વિસ્તારમાં રહેતા મહેશ છગન મકવાણા, અરવિંદ છગન મકવાણા અને મહેશ હેમસિંઘ ભાભોરને પોલીસે ઝડપી લીધા હતા. આ ઇસમો પાસે રહેલા ત્રણ મોબાઇલ અંગે આધાર-પુરાવા મંગાતાં તે આપી શક્યા નહોતા. આ ત્રણેય મોબાઇલ પોલીસ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.