કેબલ ચોરીના કેસનો નાસતો શખ્સ પકડાયો

ભુજ,માનકૂવા પોલીસ સ્ટેશને કેબલ ચોરીના કેસમાં નાસતો ફરતો કેરાનો આરોપી ફિરોઝખાન ઉર્ફે કારો અજિજમામદ પઠાણ ભુજમાંથી પકડાયો છે. માનકૂવા પોલીસ સ્ટેશને ચાર માસથી કેબલ ચોરીના ગુનાનો આરોપી કેરાનો ફિરોઝખાન ઉર્ફે કારો અજિજમામદ પઠાણ હાલે ભુજના નાગોર રોડ રેલવે ક્રોસિંગ પાસે રહેતો હોવાની અને તે નાગોર ફાટક પાસે ઊભો છે તેવી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળતાં તેની ધરપકડ કરી આગળની તજવીજ માટે માનકૂવા પોલીસને સોંપ્યો છે.