મોરબીના રફાળેશ્વર ગામમાં જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમો પકડાયા
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પકડી પાડીને પોલીસે રોકડ રકમ કબ્જે કરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમે રફાળેશ્વર ગામે મચ્છોનગર ખાતે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા પ્રાગજીભાઈ વાલાભાઈ ઇન્દરીયા, વલ્લભદાસ હીરદાસ પરમાર, અમિતભાઈ હીરદાસ પરમાર અને અલ્પેશ વલ્લભભાઈ રાઠોડ એમ ચાર શખ્સોને પકડી પાડીને રોકડ રૂ.૧૮,૨૪૦ કબ્જે કરી કાયદેસર તપાસ હાથ ધરી છે.