મોરબીના જાંબુડિયા બ્રીજ પાસે બાઈક સ્લીપ થતા આધેડનું મૃત્યુ નીપજયું
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જાંબુડિયા બ્રીજ પાસેથી બાઈકમાં પસાર થતા આધેડનું બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોચતા ૪૨ વર્ષીય આધેડનું મૃત્યુ નીપજયું હતું. મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા સાગર રાજેશભાઈ અગેચણીયાએ પોલીસ ફરિયાદ લખાવી છે કે તેના પિતા રાજેશભાઈ દાનસિંગભાઈ અગેચણીયા (ઉ.વ.૪૨) વાળા પોતાનું બાઈક જીજે ૩૬ એચ ૩૪૦૦ લઈને વાંકાનેર મોરબી હાઈવે પર જાંબુડિયા બ્રીજ પાસેથી જતા હોય ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર રાજેશભાઈ અગેચણીયાને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોચતા મૃત્યુ નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તજવીજ હાથ ધરી છે.