બોટાદમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા


બોટાદમાં સોનાવાલા હોસ્પિટલ સીટીજીન પાસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને રૂ.10,680 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેશરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફના ઋષિરાજસિંહ ગોહિલ, અરવિંદભાઈ મકવાણા, ગોકુળભાઈ ઉલવા, ભાવેશભાઈ શાહ અને વનરાજભાઈ ડવ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સાંજના અરસામાં સોનાવાલા હોસ્પિટલ સિટીજીન વિસ્તારમાં આવેલ પહેલી શેરીમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને રૂ.10,680 નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ દરોડા દરમિયાના પોલીસે સિકંદર હબીબ બાવળીયા, યુનુશ ઉર્ફે ભોડી મહમ્મદ ગંન્યાણી, ઈલ્યાશ શેલત, શબ્બીર ઉર્ફે સદ્દામ સલીમ બાવળીયા, પ્રભુ ઠાકર ચૌહાણ અને કાદર ગફુર ખંભાતીને પકડી પાડી બોટાદ પોલીસ મથકમાં તમામ જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાયદેશરની તપાસ હાથ ધરી છે.