ગુમ થયેલ મો.સા શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્રારા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટેની આપેલ સુચના તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી એસ.કે ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અન્વયે તા.04/03/2022 ના રોજ બપોરના 13/00 થી 19/30 વાગ્યા દરમ્યાન એક અરજદાર પોતાનું મો.સા રજી નં જીજે 04 સી ઇ 9195 કિંમત રૂ. 30,000 ની લઈ પોતાની જલમીન ટોકીજ શોપિંગમાં બીજા માળે મોબાઈલ રિપેરિંગની દુકાને ગયેલ અને પોતાનું બાઇક નીચેની દુકાન પર કામ કરતાં હતા અને સાંજના 19/30 વાગ્યે નીચેના ભાગે પાર્કિંગમાં જતાં અમારી મો.સા. જોવામાં આવેલ નથી ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહીં જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા સી.સી.ટી.વી કેમેરાની મદદથી મો.સા રજી નં જીજે 04 સી ઇ 9195 ની મુવમેન્ટના આધારે ચેક કરતાં સદરહુ મો.સા તા.05/03/2022 ના રોજ જલમીન ટોકીજની બાજુના શોપિંગ પાસેથી મળી આવેલ ત્યારબાદ મો.સા ને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અરજદારનું નિવેદન લખાવી અરજદારને મો.સા પરત અપાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુમ થયેલ મો.સા કિંમત રૂ. 30,000 કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ પો.સબ.ઇન્સ શ્રી એ.બી પરમાર નેત્રમ ઇન્ચાર્જ, અના હે.કો જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ, આ.સો. સોની એન્જી. અજય બી. મૂળિયા, આ.સો. જુ.એન્જી કિરણ આર ભોજૈયા, આ.સો. જુ. એન્જી કિશન આર ચૌહાણ, આ.સો. જુ.એન્જી નિલેષ સી. ગામી જોડાયા હતા.