અકસ્માત કરનાર ફોરવ્હીલ ગાડીને પકડી પાડતી બોટાદ સી.સી.ટી.વી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્રારા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, એસ,કે ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં વાહન અકસ્માત કરી નાશી જનાર વાહન / વાહન ચાલકની ઓળખાણ કરી, શોધી કાઢવા માટેની આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સ્પેકટરશ્રી, જે.વી.ચૌધરી, બોટાદ પોલીસ સ્ટેશનનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સી.સી.ટી.વી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની મદદ લઈ મિલેટ્રી રોડ ખસ ચાર રસ્તા લોકેશન પાસે અકસ્માત કરી નાશી જનાર સફેદ કલરની ફોરવ્હીલ ગાડી રજી નં જીજે 16 બી.કે. 4078 ની ઓળખાણ કરી ફરિયાદીશ્રી એ બોટાદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં 1119000220418/2022 ઇ.પી.કો કલમ 279,337,338 તથા M. V ACT કલમ 177,184,134 મુજબનો ગુન્હો અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે. આમ અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી ગયેલ હોય જે ગુનો વણશોધાયેલ રહી જાય તેમ હોય જેથી સદરહુ ગુનામાં અકસ્માત કરનાર વાહનની વિગતો સી.સી.ટી.વી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ બોટાદ મારફતે મળતા સદરહુ અકસ્માત કરનાર વાહનચાલકની વિરૂધ્ધમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ફોરવ્હીલ ગાડી રજી નં GJ 16 BK 4078 ના ચાલક. પો.સબ.ઇન્સ.શ્રી એ.બી પરમાર નેત્રમ ઇન્ચાર્જ, પો.સબ.ઇન્સશ્રી એમ.બી.બારૈયા, એ.એસ.આઈ ચિરાગભાઈ રાઠોડ, અના. હે.કો. પ્રધ્યુમનસિંહ પઢિયાર, આ.લો. રાજેશભાઈ અંબારામભાઈ કણસાગરા, આ.સો.સી એન્જી અજય ભુપતભાઈ મૂળીયા વગેરે અધિકારીશ્રી તથા કર્મચારીઓ જોડાયા હતા.