પશ્ચિમ જીલ્લામાં ભારતીય બનાવટના વિદેશીદારૂના ધંધાના મોટા નેટવર્કનો પર્દાફાસ ગણતરીના કલાકો માજ કુલ 7 (સાત) ગુન્હાઓ દાખલ કરી કરાવતી એ.સી.બી પશ્ચિમ કચ્છ.

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લામાં થતી ગેરકાયદેસર દારૂની બદી દુર કરવા તથા આવી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી તેના નેટવર્કનો પર્દાફાસ સુચના આપેલ હોય તે અન્વયે એલ.સી.બી ભુજના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી એચ.એમ. ગોહિલ તથા પો.સબ. ઇન્સ આઈ.એચ. હિગોરાનાઓના માર્ગદર્શન હેઠળ એ.સી.બી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજરોજ પો.સબ.ઇન્સ આઈ.એચ. હિગોરા એ.સી.બી સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, કોટડાથી આશરે બે કિલોમીટર દુર કુરીકોબા નામના ડુંગર પાસે ગોવિદ નરશી મહેશ્વરી રહે. કોટડા તા. નખત્રાણા વાળાની કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં ગોવિદ તથા પુનમ સુમાર મહેશ્વરી રહે માનકુવા વાળાએ ભારતીય બાનવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવી પોતાના કબ્જામાં રાખેલ છે અને હાલે તે બંને જણાઓ તે જગ્યાએ હાજર હોવા અંગેની બાતમી હકીકત મળતા તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ જઈ રેડ કરતાં ઉપરોક્ત બંને ઇસમોના કબ્જામાંથી નીચે મુજબનો મુદામાલ મળી આવેલ છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં ભારતીય બનાવની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 576 કિ.રૂ.2,16,000, બીયરના ટીન નંગ 96 કિ.રૂ.8,000 એમ કુલ મુદામાલ 2,16,000 નો કબ્જે કરેલ. અર્થાત ઉપરોક્ત બંને પકડાયેલ બંને આરોપીઓને આ પ્રોહિબિશનના મુદામાલ માલ કોણ આપી ગયેલ છે તે સબંધે પુછતા જણાવેલ કે વિનોદ ઉર્ફે વિનિયો અજીતસિંહ ચુડાસમા રહે મુળ માંડવી હાલે ભુજ યશ સુનિલભાઈ જોશી રહે બાબાવાડી માંડવી તાલુકા/શહેર વિસ્તારમાં અલગ અલગ વ્યક્તિઓને આવેલ હોવાની હકીકત જણાવતા તે અંગે સ્થાનિક પોલીસને આ સબંધે જાણ કરી વાકેફ કરતાં તેઓએ અલગ અલગ ટીમો બનાવી હકીકત મુજબની જગ્યાએ રેઇડ કરતાં માંડવી તેમજ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગુન્હાઓ નીચેની વિગતે દાખલ કરાવવામાં આવ્યા. માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં (1) વિદેશીદારૂની બોટલો નંગ 53 કિ.રૂ.18,550, (2) વિદેશીદારૂની બોટલો નંગ 8 કિ.રૂ.2,800, (3) વિદેશીદારૂની બોટલો નંગ 12 કિ.રૂ.4,200, (4) વિદેશીદારૂની બોટલો નંગ 79 કિ.રૂ. 27,650, (5) વિદેશીદારૂની બોટલો નંગ કિ.રૂ3,150 અને બીયરના ટીન નંગ 10 કિંમત રૂ. 1000 અને માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનામાં વિદેશીદારૂની બોટલો નંગ 48 કિ.રૂ.19,200, જયુપીટર મો.સા GJ 12 CE 8362 કિ.રૂ. 20,000, મોબાઈલ ફોન નંગ 01 કિ.રૂ. 5000, રોકડા રૂપિયા 9,500 કબ્જે કરેલ મુદામાલ. આમ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નખત્રાણા,માંડવી તેમજ માંડવી મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બાતમી હકીકત આધારે ગણતરીના કલાકો માજ કુલ 7 ગુન્હાઓ શોધી કઢાવી આ ગેરકાયદેસર વિદેશીદારૂના ધંધાના મોટા નેટવર્કનો પર્દાફાસ કરતી એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજ.