વડાલામાં આંકડાનો જુગાર રમાડી રહેલો બુકી પકડાયો
મુંદરા તાલુકાના વડાલામાં આંકડાનો જુગાર રમાડી રહેલો બુકી પકડાયો છે. વડાલાના વથાણ ચોકમાં બપોરના અરસામાં પોતાના આર્થિક લાભ માટે મિલન બજારનો વરલી મટકાનો જુગાર રમી-રમાડી રહેલા અશોક પરબત જોગીને પોલીસે રોકડા રૂ.1,480 અને આંકડાના સાહિત્ય સાથે પકડી પાડ્યો હતો. મુંદરા મરીન પોલીસે જુગારધારા તળે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.