ભચાઉ તાલુકાના મનફરા નજીક સાંતલસરી વાડી વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યો
ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ આર વસાવા તથા સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાનાં મનફરા નજીક સાંતલસરી વાડી વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલો તથા બીયર વગેરે જથ્થો પકડી લીધો હતી. દરોડા દરમ્યાન આરોપી બાલા જેરામ કોલી હાજર મળી ન આવતા ગુનો નોંધાયો હતો. આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.