મોરબીના જુના ઘૂટું રોડ પરથી દેશી હાથ બનાવટની ૦૨ પિસ્તોલ સાથે એક ઈસમ પકડાયો
મોરબીના જુના ઘૂટું રોડ પરથી બે ગેરકાયદેસર પિસ્તોલ સાથે પસાર થતા ઈસમને એલસીબી ટીમે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર એક શખ્સ દેશી બનાવટના હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર પહોંચી આરોપી મસરૂર નુરમીયા નવાબ મિયા શેખને પકડી પાડીને આરોપી પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ ૦૨ કિંમત રૂ.૨૦ હજાર કબ્જે કરી વધુ તજવીજ હાથ ધરી છે. આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે.