ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં કોઠી ફળિયામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં કોઠી ફળિયામાં જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં 5 શખ્સોને પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા 11 હજાર સહિત 4 મોબાઇલ મળી કુલ 35 હજાર ઉપરાંતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝાડેશ્વર ગામના કોઠી ફળિયામાં કેટલાંક ઇસમોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ દરોડો પાડતાં જુગાર રમતાં અતિશ આનંદ વાડેકર, સંદિપ સુરેશ વસાવા, કિશન જીતલાલ પટેલ, અમૃત રમણ રાવળ તમજ સંજય જગદિશ વસાવાને પોલીસે પકડી લીધા હતાં. ટીમે તેમની અંગઝડતી માંથી તેમજ દાવપર લાગેલાં 11,200 રૂપિયા રોકડા તેમજ 16,500ની મત્તાના 4 મોબાઇલ મળી કુલ 35 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.