વરસામેડી ગામ પાસે ટ્રકચાલકે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકનું મોત
વરસામેડી ગામ નજીક આવેલી વેલ્સપન કંપનીના ગેટ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે બપોરના અરસામાં અકસ્માત થયો હતો. સિનુગ્રાના મૃતક ઇબ્રાહીમભાઈ ચિરઈ જીયારતમાં ગયા હતા. પરત ફરતી વેળાએ તેમની મોટર સાયકલમાં ઈંધણ ખુટી પડતાં તેઓ પગે ચાલીને પેટ્રોલ લેવા નીકળ્યા હતા. ત્યારે ટ્રક નંબર જીજે 08 યુ 34258 તેમને હડફેટે લઈ શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. અંજાર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.