ગાંધીધામના ઝોન ગોલાઈ પાસે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને ઉભેલા યુવાન પર છરી વડે હુમલો કર્યો
ગાંધીધામના ઝોન ગોલાઈ પ[અસે ઉભેલા યુવાનને જૂની અદાવતનું મનદુ:ખ રાખીને આંખ પાસે છરી ઝીંકાઈ હોવાની ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ હતી. કિડાણામાં રહેતા 24 વર્ષીય અલ્તાફ ઉર્ફે કારો રમઝાન ક્ક્લે લખાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગત રાત્રિના અરસામાં તે ઝોન ગોલાઈ પાસે આવેલી બંસલ હોટલ પાસે ઉભા હતા. તે દરમ્યાન ત્યાં શબ્બીર સુલેમાન કાનગરા, ઇમરાન ઉર્ફે માટલો દાઉદ બાપડા અને રફીક ઉર્ફે માટલો દાઉદ બાપડા આવ્યા હતા અને જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બોલાચાલી કર્યા બાદ ઇમરાન ઉર્ફે માટલાએ છરી ડાભી આંખ પાસે મારી તેમજ રફીક ઉર્ફે માટલાંએ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તેણે ફરિયાદ લખાવી હતી. આ આંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.